ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ - NADIYAD DAILY UPDATES

માસ્ક અને કોરોના ગાઇડલાઇનના અમલવારીના નિયમને કારણે પોલીસને ક્યારેક સીધુ પ્રજા સાથે રકઝકમાં ઉતરવું પડે છે. નડીયાદમાં માસ્ક બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ શહેરમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા વેપારીને રૂપિયા 1,000નો દંડ કરવામાં આવ્યો હતો.

નડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ
નડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ

By

Published : Jun 9, 2021, 10:19 AM IST

  • નડીયાદમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો
  • પોલિસ અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી
  • દુકાનદારને માસ્ક મામલે 1,000નો દંડ કર્યો

નડીયાદ:કોરોના કાળમાં પોલીસને ઘર્ષણમાં ઉતરવાના બનાવો વધી રહ્યા છે. માસ્ક અને કોરોના ગાઇડલાઇનના અમલવારીના નિયમને કારણે પોલીસને ક્યારેક સીધુ પ્રજા સાથે રકઝકમાં ઉતરવું પડે છે. નડીયાદમાં માસ્ક બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ પણ વાંચો:પાટણમાં પોલિસની કનડગત સામે વેપારીઓની દુકાનો બંધ રાખવાની ચીમકી

પોલીસ અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી

નડીયાદની એક રેડીમેડ કપડાની દુકાનમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો મંગળવારે સોશિઅલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પોલીસ દાદાગીરી પર આવી ગયાનું દર્શાવવામાં આવી રહ્યું છે.નડિયાદમાં પોલીસ વાળાઓની દાદાગીરી છે. માસ્ક ન પહેરયુ હોય તો હવે તોઓ હાથ ચાલાકી પર ઉતરી આવ્યા છે. માસ્ક બાબતે દંડાત્મક કાર્યવાહી કરતાં સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.

આ પણ વાંચો:કાલોલ નગરપાલિકા પ્રમુખ સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ

દુકાનદારને માસ્ક મામલે 1000 નો દંડ કર્યો: ટાઉન PI

આ અંગે નડીયાદ ટાઉન PI બી. જી. પરમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સાચો છે. ગતરોજ દુકાનદારે માસ્ક નહોતું પહેર્યું એટલે તે બાબતનો એક હજારનો દંડ લેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં પોલીસની કામગીરી સામે પણ લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. નાના વેપારીઓ જણાવે છે કે હાલ માર્કેટમાં મંદી છે તેવામાં 1 હજારનો દંડ પડયા પર પાટુ સમાન છે.

ABOUT THE AUTHOR

...view details