ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાયરલ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુઈ ગામમાં ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા કાયદેસર કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

વાઇરલ વીડિયો
ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાઇરલ

By

Published : Feb 4, 2020, 3:29 AM IST

Updated : Feb 4, 2020, 4:55 AM IST

ખેડા: જિલ્લાની સરહદમાં આવેલા ઠાસરા તાલુકાના સુઈ ગામની સીમમાંથી તાજેતરમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેની જાણ થતાં ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જેથી આ ઈસમો ટ્રેકટર લઇ ફરાર થઇ ગયા હતા. ગેરકાયદેસર વૃક્ષ કપાતા હોવાથી ગ્રામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ગામના સરપંચ અને તલાટીની મિલિભગતને કારણે વૃક્ષો કાપવામાં આવે છે.

ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાયરલ

વૃક્ષો કાપી બારોબાર લાકડું વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા પણ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે તેની તપાસ કરી સંકળાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

Last Updated : Feb 4, 2020, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details