ગુજરાત

gujarat

ETV Bharat / state

પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારના સભ્યોએ નડિયાદ સિવિલમાં વેન્ટિલેટર અર્પણ કર્યુ - કોરોના પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા વેન્ટિલેટરની અછત તે એક મોટો પ્રશ્ન છે. તેવામાં ખેડા જિલ્લાની પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનના સભ્યો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને કલેકટર આઈ.કે.પટેલના હસ્તે વેન્ટિલેટરનું દાન આપવામાં આવ્યું હતું.

પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર દ્વારા નડિયાદ સિવિલમાં વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યા
પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર દ્વારા નડિયાદ સિવિલમાં વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યા

By

Published : Jun 24, 2020, 11:26 PM IST

ખેડા : વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણથી સમગ્ર ગુજરાત લડી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનના સભ્યો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

મહેમદાવાદના ધારાસભ્ય અને પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને કલેકટર આઈ.કે.પટેલના હસ્તે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનું દાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના સમયમાં દરેક વ્યક્તિ કંઈક મદદ કરવાની ભાવના રાખતા હોય છે, ત્યારે કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગી થવાની ભાવના સાથે આ દાન કરવામાં આવ્યું છે.

કલેક્ટર આઈ.કે.પટેલે સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર દાનમાં આપવા બદલ વ્યાજબી ભાવની દુકાનોના એસોસિયેશનના પ્રમુખ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details