- વડતાલ સ્વામી નારાયણ મંદિર વાવાઝોડાના અસરગ્રસ્તોની વ્હારે
- ભોજન વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરાયું
- અસરગ્રસ્તોને વિતરિત કરવા 3 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા
ખેડા: જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિર દ્વારા તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. મંદિર દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને વિતરિત કરવા માટે 3 હજાર ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
વડતાલ મંદિર દ્વારા 3 હજાર ફુડ પેકેટ તૈયાર કરાયા આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી
અસરગ્રસ્તોને વિતરિત કરવા 3 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા
મંગળવારે મોડી રાતથી અત્યાર સુધીમાં મસાલા પુરી, ગાંઠિયા અને મિઠાઈ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે ત્રણેક હજાર ફુડ પેકેટ તૈયાર થઈ ગયા છે. મંદિર અને સત્સંગીઓએ સહિયારો પુરુષાર્થ કરીને સેવાનો લાભ લીધો છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર
વડતાલ સંસ્થા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે : ડૉ. સંત સ્વામી
ડૉ. સંત સ્વામી મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું કે, આ સેવાનો અવસર છે. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય. વડતાલ સંસ્થા આવા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે. અમારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અમે આ સેવાઓ કરીએ છીએ. આજે સેવકોને પૂજ્ય નૌતમપ્રકાશદાસજી સ્વામી - સત્સંગ મહાસભા પ્રમુખ, પૂજ્ય ગોવિંદપ્રસાદ સ્વામી - મેતપુરવાળા, મુનિવલ્લભ સ્વામી વેગેરે સંતોએ સેવા કરતા સેવકોને પ્રેરણાબળ પુરૂ પાડ્યું હતું. શ્યામવલ્લભ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.