ગુજરાત

gujarat

ETV Bharat / state

Ram Navami : વડતાલમાં સ્વામિનારાયણ અને ભગવાન રામ નવમીની એક સાથે ઉજવણી - સ્વામિનારાયણનો 242મો પ્રાગટ્ય દિવસ

સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજે સ્વામિનારાયણ અને રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસપ પર મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Ram Navami : વડતાલમાં સ્વામિનારાયણ અને ભગવાન રામ નવમીની એક સાથે ઉજવણી
Ram Navami : વડતાલમાં સ્વામિનારાયણ અને ભગવાન રામ નવમીની એક સાથે ઉજવણી

By

Published : Mar 30, 2023, 6:43 PM IST

ખેડા : આજે ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજે રામનવમી નિમિત્તે ભગવાન રામચંદ્રજી અને સ્વામીનારાયણ પ્રાગટ્યોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ચૈત્રી સમૈયાનો પ્રારંભ થયો હતો. ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

242માં પ્રાગટ્ય દિન : ભગવાન શ્રી હરિએ 242 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના રોજ છપૈયા મુકામે જન્મ ધારણ કર્યો હતો. શ્રી હરિના 242માં પ્રાગટ્ય દિન અંતર્ગત સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન ધર્મદેવ ભક્તિમાતા, વાસુદેવ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણદેવનો સવારે 6:00 થી 7:30 વાગ્યા સુધી આચાર્ય કેશપ્રસાદજી મહારાજ, મોટા લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ, નાના લાલજી મહારાજ તથા મંદિરના બ્રહ્મચારી હરીસ્વરૂપાનંદજીના હસ્તે દેવોને કેસર મિશ્રિત દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Junagadh News : પ્રકૃતિને બચાવવાના સંદેશ સાથે જૂનાગઢમાં કરાઈ રામ જન્મોત્સવની અનોખી ઉજવણી

શું હોય છે કાર્યક્રમ : આ પાટોત્સવના યજમાન મેતપુરના પટેલ વસંત મંગળદાસ મુખી પરિવાર હતાં. અભિષેક બાદ સવારે 11:00 કલાકે દેવોને પેંડા અને બરફીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે ભગવાન હરિનો 242મો પ્રાગટ્ય દિન હોય એટલે 10:10 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ભજન મંડળીઓની રમઝટ સાથે હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે જન્મોત્સવની આરતી બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Ambaji Temple: 400 વર્ષમાં માતાજીએ બે વાર કુમકુમના પગલાં પાડ્યા, મંદિર પ્રત્યેની ભક્તોની લાગણી વધી

કથાનો કાર્યક્રમ : ડો.સંત સ્વામી અને નૌતમ સ્વામીએ આ પ્રસંગે વડતાલ ધામ અને સંપ્રદાયનો મહિમા કહ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, વડતાલ સંસ્થા દેશ વિદેશમાં વિસ્તાર પામી રહી છે તે આ પુણ્યભૂમિનો પ્રતાપ છે. જીવનનો આ અમૂલ્ય સમય છે જે દેવની ધજા નીચે કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સમૈયામાં ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વક્તા શાસ્ત્રી નારાયણ ચરણદાસ તેમજ શાસ્ત્રી માનસપ્રસાદદાસ સાવદાવાળા કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે 8:30 થી 11:30 તેમજ બપોરે 3:30 થી 6:30 રાખવામાં આવેલો છે.

ABOUT THE AUTHOR

...view details