વડતાલઃ ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા લોકડાઉનમાં શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરુરિયાતમંદ લોકોને 10 ટન જેટલું શાકભાજી આપવામાં આવ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાકભાજી કીટનું વિતરણ કરાયું - વડતાલ સ્વામિનારાયણ મંદિર
લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને મજૂર લોકોને ભારે હાલાકી પડી રહી છે. તે દરમિયાન લોકો અને સંસ્થાઓ પોતપોતાની રીતે જરુરિયાતમંદોને મદદ કરી રહ્યાં છે. આ તકે વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
kheda news
કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ માટે વિવિધ ધાર્મિક તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને 10 ટન જેટલું શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બટાકા, ટામેટા, રિંગણ, ભીંડો, કોબીજ, ફૂલેવર વગેરેની કીટ તૈયાર કરી જરૂરિયાત મંદોને ઘેર ઘેર સુધી પહોંચાડવામાં આવી હતી.
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST