- ખેડામાં રસીકરણ ઝુંબેશને વેગ
- જિલ્લામાં 243979 નાગરિકોને રસી અપાઈ
- વિનામૂલ્યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્પોનું આયોજન
ખેડા:સમગ્ર રાજ્યમાં વિનામૂલ્યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
1,533 લાભાર્થીને આજે પ્રથમ અને બીજો એમ બે ડોઝ આપવામાં આવ્યા
આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં તા.1લી માર્ચ-21થી શરુ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબકકામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરના 10 લાભાર્થીને (પ્રથમ ડોઝ) રસી આપવામાં આવી છે. તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરના 9 લાભાર્થીને (બીજો ડોઝ) રસી આપવામાં આવી. 45 વર્ષથી વધુ હોય તેવા 968 લોકોને પ્રથમ અને 45 વર્ષથી વધુ હોય તેવા 1,533 લાભાર્થીને આજે પ્રથમ અને બીજો એમ બે ડોઝ આપવામાં આવ્યા છે.