ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓને ફરજ સ્થળે હાજર રહેવા તાકીદ - ચક્રવાત તોફાન

ખેડા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવા ખેડાના જિલ્લા કલેકટર આઈ. કે. પટેલના અધ્‍યક્ષસ્‍થાને નડીયાદની કલેકટર કચેરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ અધિકારીઓને પોતાની ફરજના સ્થળે હાજર રહેતા તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ 24થી 36 કલાક માટે ઓક્સિજન સપ્લાય પણ અટકે નહીં તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

ખેડામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓને ફરજ સ્થળે હાજર રહેવા તાકીદ
ખેડામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓને ફરજ સ્થળે હાજર રહેવા તાકીદ

By

Published : May 17, 2021, 10:53 AM IST

  • જિલ્લામાં વાવાઝોડામાં સાવચેતીના પગલા લેવા કલેક્ટરે યોજી બેઠક
  • જિલ્લાના તમામ અધિકારીઓને ફરજના સ્થળે હાજર રહેવા તાકીદ
  • ઓક્સિજનનો સપ્લાય પણ અટકે નહીં તેનું ધ્યાન રાખવા સૂચના

ખેડાઃ તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી ખેડા જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિમાં તાત્‍કાલિક સંપર્ક કરી શકાય તે માટે કલેક્ટરે મામલતદારો, ગામના સરપંચ, તલાટીઓ તેમના ગામના આગેવાનોના ટેલિફોન નંબર અદ્યતન કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં સંભવિત વાવાઝોડાની અસર હોવાથી નુકસાન થવાની સંભાવના છે. આ સ્થળોની વિશેષ કાળજી લઈ શકાય તે માટે ડિઝાસ્‍ટર પ્‍લાન અપડેટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આ પણ વાંચોઃનવસારીમાં કાંઠાના 16 ગામોમાંથી 1 હજાર લોકોના સ્થળાંતરની તૈયારી શરૂ

તાલુકા કક્ષાએ 5 પ્રતિનિધીની ટીમનું આયોજન કરાયું

જિલ્લા કલેક્ટરે અધિકારીઓને વિવિધ સૂચના આપી છે. આ વાવાઝોડાના સમય દરમિયાન દરેક ગામના તલાટીએ ગામના સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ જ નિયત સમય મર્યાદામાં રિપોર્ટ આપવાનો રહેશે. આ ઉપરાંત પાવર સપ્લાય સબસ્ટેશન અંગેની ટીમને વીજળીનો પૂરવઠો નિયમિત રહે તે માટે વીજપૂરવઠાના અધિકારીને સૂચના આપવામાં આવી હતી. તાલુકા કક્ષાએ 5 પ્રતિનિધીની ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાને પગલે પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી તૈયારીઓ

24 થી 36 કલાક માટે ઓક્સિજન સપ્લાય અટકે નહી તેની ખાસ તકેદારી રાખવા સૂચના

કોરોના દર્દીની ખાસ કાળજી આ વાવઝોડાના સમયમાં લઇ શકાય તે માટે 24થી 36 કલાક માટે ઓક્સિજન સપ્લાય અટકે નહી તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. તેમ જ દરેક હોસ્પિટલમા પાવર જનરેટર સેટ કરવો, જેથી વાવાઝોડા દરમિયાન લાઈટ જવાથી દર્દીને કોઇ મુશ્કેલી ન પડે તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

રજા પર જતા પહેલા અધિકારીએ જાણ કરવી પડશે

​જિલ્‍લા કલેકટર આઈ. કે. પટેલે જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની ફરજના સ્‍થળે હાજર રહેવું પડશે અને સ્‍થળ છોડતા પહેલા કે રજા ઉપર જતા પહેલાં જિલ્‍લા કલેકટર કે નિવાસી અધિક કલેક્ટરને તે બાબતની જાણ કરવાની રહેશે, જેથી સંભવિત આગોતરા પગલાં લેવાના થાય ત્‍યારે ઝડપથી કાર્યવાહી કરી શકાય. તેમ જ કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે તેમજ તમામ વિભાગનું સંકલન કરવા સંબંધિત મામલતદારને સૂચના આપવામાં આવી છે.

હોસ્પિટલ્સમાં વીજ જનરેટરની વ્યવસ્થા કરવા સૂચના

વસો, માતર, ખેડા તાલુકામાં તમામ તલાટીઓએ હેડક્વાર્ટરમાં હાજર રહેવા ગામની તમામ જાણકારી આપવા તેમજ ઝૂંપડામાં રહેતા લોકોને જરૂર પડ્યે નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવા માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને તેમજ લોકોને સાવચેત કરવા માટે ચીફ ઓફિસર નડીયાદ અને ખેડાને સૂચના આપવામાં આવી છે. નડીયાદ, માતર, વસો, ખેડામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના પ્રસંગે તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવા તેમ જ હોસ્પિટલોમાં જનરેટર બેકઅપની વ્યવસ્થા નથી ત્યાં આરોગ્ય અધિકારીની ટીમ સાથે ચકાસણી કરાવી તાત્કાલિક જનરેટરની વ્યવસ્થા કરાવવા માટે SE MGVCL સૂચના આપવામાં આવી છે.

ઝાડ પડવાથી વાહન વ્યવહાર બંધ થાય તો તાત્કાલિક વાહન વ્યવહાર ચાલુ કરવા વન્ય ટીમને સૂચના

ઝાડ પડવાના પ્રસંગે તાકીદે વાહન વ્યવહાર ચાલુ થાય તેમજ પુરતા સાધનો તાલુકા કક્ષાએ ઉપલબ્ધ કરવવા માટે નાયબ વન સંરક્ષકને સુચના આપવામાં આવી છે ત્યારે ભારે વરસાદને કારણે ઝાડ પડવાથી વાહન વ્યવહાર બંધ થઈ જાય તો તાત્કાલિક ચાલુ કરાવવા ટીમ બનાવી જરૂરી સાધનો રાખવા માટે EX .ENG.R&B STATE & PANCHAYATને સૂચના આપવામાં આવી છે. PHC-CHCમાં તમામ સ્ટાફને HQમાં હાજર રાખવા પૂરતા પ્રમાણમા દવા-સાધનો ઉપલબ્ધ રાખવા માટે CDHOને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

તમામ કોવિડ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવા સૂચના

તમામ કોવિડ હોસ્પિટલમાં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા CDHO ફૂડ એન્ડ ડ્રગ્સ પ્લાન્ટ ખેડાને સૂચના આપવામાં આવી છે. જિલ્લા પોલીસ અધીક્ષકે ચારેય તાલુકામાં તેમના સંબંધિત પોલીસ સ્ટેશન મારફતે લોકોને ચેતવણી આપવા અને સલામત સ્થળે ખસેડવા સંબંધિત મામલતદારના સંકલનમાં કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદને સૂચના આપવામાં આવી છે. તમામ તાલુકામાં નિમાયેલા અધિકારી જેતે તાલુકામથકે હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે નિવાસી અધિક કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. તમામ ગામમા પ્રાથમિક શાળાના મકાન ઉપલબ્ધ રહે તે માટે DPEOને સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ-વાવાઝોડાથી પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જાય તેવા પ્રસંગોએ વાહનોની ઉપલબ્ધી રાખી વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવા માટે EX. ENG. પાણી પુરવઠાને સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details