ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં સાર્વત્રિક વરસાદ, ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાયા - gujarat monsoon news

ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોધાયો છે. ડાકોર મંદિર બહાર પાણી ભરાતા યાત્રીઓ અટવાયા હતા.

ખેડામાં સાર્વત્રિક વરસાદ, ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાયા
ખેડામાં સાર્વત્રિક વરસાદ, ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાયા

By

Published : Sep 21, 2021, 1:56 PM IST

  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
  • ડાકોરમાં ધોધમાર વરસાદ
  • ડાકોર મંદિર બહાર પાણી ભરાયા

ખેડા: જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. નડિયાદ, ડાકોર, મહુધા, મહેમદાવાદ, ઠાસરા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો

ડાકોરમાં ધોધમાર વરસાદ

ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે.તે સાથે યાત્રાધામ ડાકોરમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદને લઈ વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો:પાટણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો, નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાયા

વરસાદ થતાં યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિર બહાર પાણી ભરાયા હતા. ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે આવેલા ભાવિકો પાણી ભરાતા અટવાયા હતા. વરસતા વરસાદમાં દર્શન કરવા યાત્રીઓની લાંબી કતારો લાગી હતી. મહત્વનું છે કે, વર્ષોથી ડાકોરમાં સામાન્ય વરસાદમાં પણ મંદિર બહાર પાણી ભરાઈ જાય છે. છતાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરાતી નથી. જેને લઈ ભાવિકો સહિત સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details