ખેડા: જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે.
ખેડામાં વધુ 3 નવા કેસનો ઉમેરો થતા જિલ્લામાં કોરોનાના કુલ 91 કેસ - ગુજરાતના કોરોના વોરિયર્સ
ખેડા જીલ્લામાં કોરોનાના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે જીલ્લામાં 3 નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 91 પર પહોંચ્યો છે.
![ખેડામાં વધુ 3 નવા કેસનો ઉમેરો થતા જિલ્લામાં કોરોનાના કુલ 91 કેસ ખેડામાં વધુ 3 નવા કેસનો ઉમેરો થતાં જિલ્લામાં કોરોનાના કુલ 91 કેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:44-gj-khd-01-corona-case-photo-story-7203754-09062020213116-0906f-1591718476-639.jpeg)
જેમાં નડિયાદ અમદાવાદી બજાર વિસ્તારના કાછીયાવાડમાં રહેતા શાકભાજીનો વેપાર કરતા 40 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામની 75 વર્ષની વૃદ્ધાને અને મહુધા તાલુકાની ઉંદરા ગામની વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓ હાલ નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર સહિત લોકો ચિંતિત બન્યા છે. 3 નવા કેસોનો ઉમેરો થતા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 91 થવા પામી છે.