ખેડાઃ ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ સામે આવ્યા છે. ખેડા તાલુકાના રઢુ અને રસિકપુરા ગામના કેડીલા કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 29 પર પહોંચી છે.
ખેડામાં વધુ 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 29 પર પહોંચી - કેડિલા કંપની કર્મચારી
ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ સામે આવ્યા છે. ખેડા તાલુકાના રઢુ અને રસિકપુરા ગામના કેડીલા કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 29 પર પહોંચી છે.
ખેડામાં વધુ 2 કોરોના કેસ, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 29 પર પહોંચી
ખેડા જિલ્લામાં કોરોના કેસોમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 2 કેસ સામે આવ્યા છે. કેડીલા કંપનીમાં કામ કરતા ખેડા તાલુકાના રઢુ અને રસિકપુરા ગામના રહેવાસી એક 43 વર્ષ અને બીજા 33 વર્ષીય કર્મચારીને લક્ષણો જણાયા હતા. જેને લઈ રિપોર્ટ કરાવવામાં પોઝિટિવ આવ્યો હતો. હાલ બન્ને કર્મચારીઓને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.