ખેડાના ડાકોર નજીક આવેલા આગરવા ગામ પાસેથી પસાર થતી આણંદ ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા.
ખેડામાં આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે બેના મોત - Kheda News
ખેડા: જિલ્લાના આગરવા ગામ પાસે આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. એક જ ગામના બે વ્યક્તિના મોત થતા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
![ખેડામાં આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે બેના મોત ખેડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5223252-thumbnail-3x2-kheda.jpg)
etv bharat
ખેડામાં આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે બેના મોત
ગામના સરપંચ દ્વારા મૃતક યુવક અને યુવતીની ઓળખ કરતા બન્ને આગરવા પાસે આવેલા નવાપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ ગામના 2 વ્યક્તિના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાને પગલે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સંદર્ભે રેલવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.