ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના નંદગામમાં વીજળી પડતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. વરસાદી વાતાવરણમાં મજૂરીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજળી પડવાની ઘટના બની હતી.
ખેડામાં વીજળી પડતા બે વ્યક્તિના મોત - ightning strike in Kheda
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા નંદગામમાં વરસાદી વાતાવરણમાં બે મજૂરો મજૂરીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે મજૂરોના મોત થયા હતા.
ખેડા જિલ્લામાં ગુરૂવાર બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળોના ગડગડાટ અને વીજળી સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મહુધા તાલુકામાં આવેલા નંદગામમાં વીજળી પડતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
બન્ને વ્યક્તિ લાકડા કાપવાની મજૂરી કરી રહ્યા હતા. ત્યારે તેમના પર અચાનક વિજળી પડી હતી. જેમાં મંગળપુરના રહેવાસી રમણ ગોહિલ અને નંદગામ રહેવાસી કમલેશના મોત થયા હતા. બન્ને વ્યક્તિના મૃતદેહને મહુધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મહુધા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.