ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં ટ્રકમાંથી રૂ. 31 લાખના મુદ્દામાલની લૂંટ કરનારા 3 આરોપીઓ ઝડપાયા - ક્રાઈમ ન્યૂઝ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર ગામ નજીક ડાકોર-કપડવંજ હાઇવે પરથી પસાર થઈ રહેલા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને બંધક બનાવી રૂ. 31 લાખના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. જે મામલામાં ઠાસરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા પોલીસે ત્રણ આરોપીઓને ધરપકડ કરી
ઠાસરા પોલીસે ત્રણ આરોપીઓને ધરપકડ કરી

By

Published : Feb 10, 2021, 7:10 PM IST

  • ટ્રકનો પીછો કરી ડ્રાયવર-ક્લીનરને બનાવ્યા હતા બંધક
  • રૂ.31 લાખનો મુદ્દામાલ લૂંટી ભાગી ગયા હતા
  • પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી
    ઠાસરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લા ઠાસરા તાલુકાના ચંદાસર ગામ નજીક ડાકોર કપડવંજ હાઇવે પર 31 જાન્યુઆરીના રોજ રૂ.31 લાખના પ્લાસ્ટિકના દાણા ભરેલ એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી અન્ય એક ટ્રકે પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકનો પીછો કર્યો હતો અને થોડું અંતર કાપ્યા પછી આગળ જતી ટ્રકને ઓવરટેક કરી રોકવામાં આવી હતી ત્યારબાદ ડ્રાયવર ક્લીનરને બંધક બનાવી લીધા હતા.

રૂ. 31 લાખનો મુદ્દામાલ લૂંટી ભાગી ગયા હતા

ટ્રકમાં રહેલ 31 લાખના પ્લાસ્ટિકના દાણા પોતાની ટ્રકમાં ભરીને ભાગી ગયા હતા. આ ઘટના બાબતે મેઘનગર પહોંચી ડ્રાયવર અને કલીનરે ટ્રકના માલિકને જાણ કરી હતી. જે મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે લૂંટના મામલામાં ઠાસરા પોલીસે રાજસ્થાનથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે તેમજ તેમની પાસેથી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે. લૂંટના આ ગુનામાં તેમની સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતની વધુ તપાસ ઠાસરા પોલીસે હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details