- સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો
- મધ્ય ગુજરાતના સંયોજકો માટે યોજાયો તાલીમ કાર્યક્રમ
- 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં કાર્યક્રમ યોજાયો
ખેડા: આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) ધ્યાનમાં લઇ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મધ્ય ગુજરાતના સંયોજકો માટે ડાકોર ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મિશન 2022 હેઠળ કોંગ્રેસ (Congress) દ્વારા સંગઠનને મજબૂત કરવામાં આવી રહ્યુ છે. જે માટે ઉત્તર ગુજરાતમાં સંયોજકોને તાલીમ બાદ મંગળવારે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાના સંયોજકો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિશ્વરંજન મોહંતી, ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો (MLA) તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડાકોરમાં કોંગ્રેસ દ્વારા મિશન 2022 હેઠળ યોજાયો તાલીમ કાર્યક્રમ આ પણ વાંચો: સાયકલ ચલાઇને સંસદ પર પહોંચ્યા તૃણમૂલ સાંસદ, ઇંધણની કિંમતના વધારામાં કર્યો વિરોધ
મિશન 2022 હેઠળ સામાન્ય જનની સરકાર આવે તે માટેની કામગીરી: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં મિશન 2022 ને લક્ષમાં લઈ કોંગ્રેસનું સંગઠન પ્રદેશથી લઈને બુથ સુધી મજબૂત બનાવવાની, સક્રિય કરવાની મુહિમ ચાલી રહી છે. તેના ભાગ સ્વરૂપ આખા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને વિકેન્દ્રિત કરી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બુથ બેઠક દીઠ સંગઠનને મજબૂત કરવામાં આવ્યું છે. આ સંગઠનની જેને જવાબદારી સોંપવામાં આવી છે, જેને કોઓર્ડિનેટર (Coordinator) બનાવવામાં આવ્યા છે તેવા કોઓર્ડિનેટર (Coordinator) ની પહેલા ઉત્તર ગુજરાતમાં તાલીમ કરવામાં આવી હતી. મંગળવારે મધ્ય ગુજરાતમાં તાલીમ થઈ રહી છે. આગામી ટૂંક સમયમાં આખા ગુજરાતમાં ઝોન વાઇઝ આ તાલીમ કાર્યક્રમો થશે. એ રીતે આખા ગુજરાતમાં સંગઠનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તેને સક્રીય રીતે કામગીરી સોંપવામાં આવશે અને મિશન 2022 ગાંધીનગરની ગાદી પર સામાન્ય જનની સરકાર આવે તે માટેનું સામાન્ય જનની સરકાર આવે લોકોના હક અધિકારની લડાઇ લડવાનું કામ કરવામાં આવશે.
ડાકોરમાં કોંગ્રેસ દ્વારા મિશન 2022 હેઠળ યોજાયો તાલીમ કાર્યક્રમ આ પણ વાંચો: પાટણ જિલ્લા કોંગ્રેસમાં 'ના' રાજીનામા, વિવિધ મોરચાના પ્રમુખોએ છેડો ફાડ્યો