ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહીત ત્રણ વ્યક્તિ પર હુમલો - nadiyad

ખેડા: ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિઓ પર અજાણ્યા ઈસમો દ્વારા નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સહિત ઈજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર આ હુમલો જમીન વિવાદને લઈને કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

etv bharat kheda

By

Published : Aug 30, 2019, 11:47 PM IST

ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારનો જમીન વિવાદને લઈને નડિયાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેની આજરોજ મુદ્દત હોવાથી કોર્ટમાં ગયા હતા. કોર્ટમાંથી બહાર નીકળતા ધારાસભ્ય કાંતિભાઈની કાર રોકીને 10થી 12 વ્યક્તિઓએ ડંડા સહિતના હથિયારો દ્વારા ધારાસભ્ય સહીત તેમના વકીલ અને ડ્રાઇવર પર હુમલો કર્યો હતો.જેને પગલે ધારાસભ્ય તાત્કાલિક પોલીસ ચોકી પહોંચ્યા હતા.જ્યાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહીત ત્રણ વ્યક્તિ પર હુમલો

સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે તેમના વકીલ અને ડ્રાઇવરને પગમાં અને હાથે ઈજાઓ પહોંચી હતી.સારવાર બાદ હાલ બન્નેની તબિયત સ્થિર છે. ડાકોર ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે. ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા જણાવાયું હતું કે, નડિયાદના ભાનુ ભરવાડના માણસો દ્વારા આ હુમલો કરી જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details