ખેડા: યાત્રાધામ ડાકોરમાં બુધવારે સવારે અને સાંજે હીટ એન્ડ રનની 2 ઘટનાઓ બની હતી. જેમાં 2 યુવાનના મોત થયાં છે. જેમાં સવારે કપડવંજ રોડ પર ડોન બોસ્કો સ્કૂલ પાસે બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું, જ્યારે બીજા બનાવમાં સાંજે ઉમરેઠ રોડ પર પુલ્હાશ્રમ પાસે બાઈકચાલકને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.આ ઘટનામાં પણ બાઈકચાલકનું મોત થયું હતું.
ડાકોરમાં દિવસ દરમિયાન હીટ એન્ડ રનની 2 ઘટના બની, બન્નેમાં 1-1નું મોત - ડાકોરમાં હીટ એન્ડ રનની ઘટના
યાત્રાધામ ડાકોરમાં બુધવારે સવારે અને સાંજે હીટ એન્ડ રનની 2 ઘટનાઓ બની હતી. જેમાં 2 યુવાનના મોત થયાં છે. જેથી ડાકોર પોલીસે બન્ને ઘટનાઓમાં અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ડાકોરમાં દિવસ દરમિયાન હીટ એન્ડ રનની 2 ઘટના બની, બન્નેમાં 1-1નું મોત
બન્ને ઘટનામાં 2 યુવાનોના મોત થતાં ડાકોર પોલીસે બન્ને ઘટનામાં અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.