- કપડગંજ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી
- તસ્કરોએ ચોરી કરવા સાથે મકાનમાં દારૂની મહેફિલ પણ માણી
- જીલ્લામાં ઠંડી વધતા તસ્કરો જોરમાં
ખેડાઃ કપડવંજ શહેરની અશફાક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સોસાયટીમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કર્યો હતો. મકાનમાં પ્રવેશી 46,000 રૂપિયા રોકડા તેમજ સોનાના ચેઈન સહિતના દાગીનાઓ લઈ ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે આવતા તાળું તૂટેલું જોતા ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધી