- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીને લઈ ગ્રામજનોમાં રોષ
- ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને દિવસો સુધી વારંવાર ધક્કા ખાવા પડે છે
- સમયસર રિપોર્ટ ન મળતા દર્દીના મોતનો આક્ષેપ
ખેડા : કપડવંજ તાલુકાના મોટી ઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા લોકોના આરોગ્યને લઈ વિવિધ સુવિધા ઉપલબ્દ્ધ બનાવવામાં આવી છે, પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને સુવિધા મળી શકતી નથી. ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને દિવસો સુધી વારંવાર ધક્કા ખાવા પડે છે.
આ પણ વાંચો :ખેડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી, દર્દીના સેમ્પલ તપાસ માટે ન મોકલાયા
ગ્રામજનોને ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે
મોટી ઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ટેસ્ટ કરાવવા માટે ગ્રામજનોને ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આ અંગે મેડીકલ ઓફિસરને રજૂઆત કરવામાં આવતાં તેમના તરફથી દર્દીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે.