ખેડા : નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં છેલ્લા લગભગ 10 દિવસથી ગામમાં આવેલા વિવિધ મંદિરોમાં હનુમાનજીની મૂર્તિને નિશાન બનાવી કોઈ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને ખંડિત કરવામાં આવી રહી છે. ગામના ભગલેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, રામજી મંદિર સહિતના 5 જેટલા મંદિરોમાં હનુમાનજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે.
નડિયાદના મહોળેલમાં એક બાદ એક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાથી ચકચાર, ગ્રામજનોમાં રોષ - મંદિરોમાં મૂર્તિઓ ખંડિત
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં આવેલા વિવિધ મંદિરોમાં હનુમાનજીની મૂર્તિઓને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખંડિત કરવાની ઘટના સામે આવી છે. જેને લઇ ગ્રામજનોની લાગણી દુભાઈ છે. આ ઘટના સંદર્ભે ગામમાં રોષ ફેલાયો છે. આ કૃત્ય આચરનાર ઈસમ સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
![નડિયાદના મહોળેલમાં એક બાદ એક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાથી ચકચાર, ગ્રામજનોમાં રોષ kheda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5992064-thumbnail-3x2-hfg.jpg)
આ ઘટનાને કારણે ગ્રામજનોની લાગણી દુભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. ગામની શાંતિ ડહોળવા માટે ઇરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ મામલે ગ્રામજનો દ્વારા ચકલાસી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
જો કે, મૂર્તિઓને કેમ ખંડિત કરવામાં આવી રહી છે. તે જાણી શકાયુ નથી. હાલ ગ્રામજનો દ્વારા આરોપીને ઝડપી પાડવા તમામ મંદિરો પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ આચરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે.