ખેડા જિલ્લાના ઉત્તરસંડાનો મઠીયા-પાપડ ગૃહ ઉદ્યોગ આજે દેશ-વિદેશમાં જાણીતો બન્યો છે. અહીં બનતા મઠીયા, પાપડ અને ચોળાફળીની દેશમાં સાથે વિદેશમાં પણ એટલી જ માગ જોવા મળે છે. પાપડ, મઠીયા અને ચોળાફળી આ ગામની ઓળખ બની ગઈ છે. ગામમાં ઠેર-ઠેર મઠીયા અને પાપડના બોર્ડ તેમજ તેનું વેચાણ થતું જોવા મળે છે.
મઠીયા-પાપડનું હબ ગણતાં ઉત્તરસંડામાં દિવાળીના પગલે કરોડોની કમાણી - મઠીયા-પાપડ
નડિયાદ: તાલુકાની નજીક ઉત્તરસંડા ગામ આવેલું છે. જ્યાંના પાપડ અને મઠીયા દેશ-વિદેશમાં વખણાય છે. દિવાળીમાં ઉત્તરસંડા મઠીયા લેવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ ગમાના મઠીયા-પાપડને દેશની બહાર પણ એક્સપર્ટ કરવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે અનેક ગૃહણીઓ રોજગાર મેળવે છે. આમ, વર્ષોથી ચાલતાં આ ગૃહઉદ્યોગમાં દિન-પ્રદિન વિકાસ થયો છે. હાલ, મોટાભાગના ગૃહઉદ્યોગ મરી પરવાર્યા છે. ત્યારે ઉતરસંડામાં મઠીયા-પાપડના ગૃહઉદ્યોગે એક ઓળખ ઉભી કરી છે.
ઉત્તરસંડા ગામમાં 30 જેટલી ફેક્ટરીમાં ઓટોમેટીક પ્લાન્ટ દ્વારા પાપડ, મઠીયા અને ચોળાફળી તૈયાર થાય છે. અહીંનો ઉદ્યોગ ગામનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરવા સાથે અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ પૂરી પાડી રહ્યો છે. એક ફેક્ટરીમાં મોટાભાગે 40-45 લોકોને રોજગારી મળી છે.
ગામમાં અંદાજિત 2 થી 3 ટન જેટલો મઠીયા, પાપડ અને ચોળાફળીનો જથ્થો તૈયાર કરવામાં આવે છે. તહેવારોની સીઝનમાં અહીંના પાપડ, મઠીયા અને ચોળાફળીની માગમાં વધારો જોવા મળે છે. આ ઉદ્યોગની શરૂઆત 30 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારથી આ ગૃહઉદ્યોગની સફર અવિરત ચાલી રહી છે. જેણે આજના ફાસ્ટ ઉદ્યોગોની સામે પણ પોતાનું અજીખમ વર્ચસ્વ ટકાવી રાખ્યું છે.