ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી - વિધાનસભા પેટા ચૂંટણી 2020

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પક્ષના વિજયને વધાવ્યો હતો.

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી
નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી

By

Published : Nov 11, 2020, 3:15 AM IST

  • વિધાનસભા પેટા ચૂંટણી 2020નું પરિણામ જાહેર
  • નડિયાદ ખાતે ભાજપના વિજયની ઉજવણી
  • આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી
    ભાજપ દ્વારા વિજયની ઉજવણી

ખેડાઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેને પગલે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેની ખેડા જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપ દ્વારા વિજયની ઉજવણી

મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી

નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા સંતરામ ટાવર પાસે ઐતિહાસિક વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પક્ષના વિજયને વધાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, મહામંત્રી દશરથ પટેલ સહિત નડિયાદ શહેર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details