ગુજરાત

gujarat

ETV Bharat / state

Dakor Maha Sud Poonam : રણછોડરાયજી મંદિરે આરતીમાં ભાવિકો માટે પ્રવેશ બંધ - Covid Guideline of Dakor Temple

ડાકોર મહાસુદ પુનમના (Dakor Maha Sud Poonam) દિવસે રણછોડરાયજી મંદિરમાં કમિટી દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. તેમજ દર્શનાર્થે આવતા તમામ ભાવિકો માટે કોવિડ ગાઈડ લાઈનનું (Covid Guideline of Dakor Temple) પાલન ફરજિયાત બનાવાયું છે.

Dakor Maha Sud Poonam : રણછોડરાયજી મંદિરે આરતીમાં ભાવિકો માટે પ્રવેશ બંધ
Dakor Maha Sud Poonam : રણછોડરાયજી મંદિરે આરતીમાં ભાવિકો માટે પ્રવેશ બંધ

By

Published : Feb 14, 2022, 10:18 AM IST

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે કોરોનાની (Dakor Maha Sud Poonam) પરિસ્થિતિને અનુલક્ષીને મહાસુદ પુનમના દિવસે રણછોડરાયજી મંદિરમાં ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ ગાઈડલાઈનના (Covid Guideline of Dakor Temple) ચુસ્ત પાલન સાથે ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે. જો કે આરતીમાં ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

16 ફેબ્રુઆરીએ દર્શનનો સમય

રણછોડરાયજી મંદિરે આરતીમાં ભાવિકો માટે પ્રવેશ બંધ
  • સવારના 4:15 કલાકને બદલે, સવારે 5:00 કલાકે મંદિર ખુલશે
  • 5:15 કલાકે મંગળા આરતી (આરતી સમયે ભાવિક ભક્તો પ્રવેશ નહિ કરી શકે)
  • ત્યારબાદ નિત્યક્રમ મુજબ રણછોડજી ભોગ સાથે દર્શન આપશે
  • બપોરના 2:30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે
  • ત્યારબાદ શ્રીજી પોઢી જશે
  • બપોરના 3:45 કલાકે નીજ મંદિર ખુલશે
  • 4:00 કલાકે ઉત્થાપન આરતી થઈ નિત્ય ક્રમ પ્રમાણે સેવા પૂજા થઈ અનુકૂળતાએ પોઢી જશે

આ પણ વાંચોઃ Dakor Vasant Panchami celebration : વસંત પંચમીએ રંગછોળોમાં રંગાયા ઠાકોરજી

કોવિડ ગાઈડલાઈનનું ફરજીયાત પાલન

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને (Time in Ranchhodraiji Temple) લઈને ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભાવિકો માટે કોવિડ ગાઈડ લાઈનનું પાલન ફરજિયાત બનાવાયું છે. પુનમના દિવસે ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે, પરંતુ આરતીમાં (Aarti Time in Dakor Temple) પ્રવેશ આપવામાં આવશે નહિ. તેમજ મંદિરની પરિક્રમા તેમજ ધજા આરોહણ બંધ રહેશે.

આ પણ વાંચોઃ Shaktipeeth Mandir Ambaji: 51 શક્તિપીઠ મંદિરોનો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે

ABOUT THE AUTHOR

...view details