ખેડા: અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના 2500 મોત નોંધાયાં છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને 11.31 લાખથી વધુ થઈ છે.જ્યારે 65 હજારથી વધારે મૃતકો નોંધાયા છે.અમેરિકામાં બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩ કરોડ નાગરિકોએ ટ્રમ્પ સરકાર પાસે બેરોજગારી ભથ્થાંની માગણી કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. આવા કપરા કાળમાં ગુજરાતી વ્યવસાયિકો અમેરિકન પ્રસાશન સાથે સંકલિત થઈ કોરોનાના વોરિયર્સની ભૂમિકામાં પ્રશંસનીય સેવાઓ જનસમૂહ સુધી પહોંચાડી રહ્યા છે.
અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા અવિરતપણે વહાવવામાં આવી રહી છે સેવાની સરવાણી
ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પ્રત્યેક ગુજરાતીને ગર્વ થાય તેવા માનવતાભર્યા ઉમદા સેવાકાર્યની સુવાસ અમેરિકામાં ગરવા ગુજરાતીઓ દ્વારા પ્રસરાવવામાં આવી રહી છે. વસુધૈવ કુટુંબકમ અને અન્નદાન મહાદાનની ભાવનાને ઉજાગર કરી ગુજરાતીઓ દ્વારા અમેરિકામાં સેવાની સરવાણી અવિરતપણે વહાવવામાં આવી રહી છે.
અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા અવિરતપણે વહાવવામાં આવી રહી છે સેવાની સરવાણી
અમેરિકામાં વસતાં ગુજરાતીઓ સહિત ત્યાંના અમેરિકન નાગરિકો પણ ગરવા ગુજરાતીઓની અન્નદાન મહાદાનની ઉમદા ભાવનાને આવકારી રહ્યાં છે. સેરિટોસ કોલેજ ગ્રુપ ઓફ UCLA કોલેજના ફાઉન્ડર કોરેલ દ્વારા લેબોન હોસ્પિટાલિટી, જય ભારત ફૂડ અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના કાર્યોની ખૂબ સરાહના કરી છે.