ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં નિવૃત્ત આર્મીમેન કોરોના વોરિયર્સ તરીકે આપી રહ્યા છે સેવા - ખેડાના તાજા સમાચાર

કોરોના વાઇરસના સંક્રમણને લઈ ભારતીય સેના દ્વારા કોરોના વોરિયર્સ અંતર્ગત ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના 6 જેટલા નિવૃત આર્મીમેન હાલ નિઃસ્વાર્થ સેવા બજાવી રહ્યા છે.

ETV BHARAT
ખેડામાં નિવૃત્ત આર્મીમેન કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યા છે

By

Published : Apr 13, 2020, 1:01 PM IST

ખેડા: દેશ ઉપર જ્યારે આફત આવે ત્યારે ભારતીય સેનાના જવાનો ખડે પગે દેશની વ્હારે આવે છે. કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને પગલે નિવૃત આર્મી જવાનો પણ દેશદાઝ સાથે દેશની આંતરિક સુરક્ષા અને સેવામાં કાર્યરત થયા છે. ભારતીય સેના દ્વારા કોરોના વોરિયર્સ અંતર્ગત ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત આર્મીમેન પણ વોલન્ટરી સેવાકર્મી તરીકે જોડાયા છે. કોરોના વોરિયર્સ તરીકે ઓરેશન નમસ્તે અંતર્ગત ઠાસરા તાલુકાના 6 જેટલા નિવૃત આર્મીમેન નિઃસ્વાર્થ સેવા બજાવી રહ્યા છે.

નિવૃત્ત આર્મીમેનની કોરોના વોરિયર્સ તરીકે સેવા

સ્થાનિક પોલિસ વિભાગ સાથે સંકલન કરી આ તમામ નિવૃત આર્મીમેન ડાકોર ચોકડીએ દેશદાઝના જુસ્સા સાથે અડીખમ ફરજ બજાવી રહ્યા છે. નિવૃત આર્મીમેન દ્વારા ડાકોર ચોકડીએ અવર-જવર કરનારા વાહનચાલકોની કડક પૂછપરછ સાથે બિનજરૂરી ઘર બહાર નહીં નીકળવા અને સરકારની સૂચનાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહીં છે.

ઉલ્લેખનીય કે, ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન નમસ્તેમાં 50થી નાની ઉંમરના નિવૃત આર્મીમેન કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત થયા છે.

ABOUT THE AUTHOR

...view details