ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં દીપ પ્રગટાવી લોકોએ એકતાનો સંદેશ પાઠવ્યો

કોરોના વાઇરસ સામેની લડતમાં દીપ પ્રગટાવી એકજૂટતાનો સંદેશ આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા આહ્વાનને ખેડા જિલ્લામાં લોકો દ્વારા વ્યાપક સમર્થન આપવામાં આવ્યું હતું.

ખેડામાં દીપ પ્રગટાવી લોકોએ એકતાનો સંદેશ પાઠવ્યો
ખેડામાં દીપ પ્રગટાવી લોકોએ એકતાનો સંદેશ પાઠવ્યો

By

Published : Apr 6, 2020, 11:01 AM IST

ખેડાઃ કોરોના વાઇરસ સામેની લડતમાં દીપ પ્રગટાવી એકજૂટતાનો સંદેશ આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા આહ્વાનને ખેડા જિલ્લામાં લોકો દ્વારા વ્યાપક સમર્થન આપવામાં આવ્યું હતું. લોકોએ જિલ્લા ભરમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીપ પ્રગટાવી કોરોના વાઇરસ સામેની લડતમાં એકતાનો સંદેશ આપ્યો હતો.

ખેડામાં દીપ પ્રગટાવી લોકોએ એકતાનો સંદેશ પાઠવ્યો

જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતેના રણછોડરાયજીના મંદિર ખાતે 1008 દીવડાની દીપમાળા એમ બે દીપમાળા પર દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. દેશને હૂંફ આપવા માટે જાણે ભગવાન રણછોડરાયજી પણ પરોક્ષ રીતે જોડાયા હતા.

ખેડામાં દીપ પ્રગટાવી લોકોએ એકતાનો સંદેશ પાઠવ્યો

સાથે જ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં લોકોએ દીપ અને મીણબતી પ્રગટાવી તેમજ ટોર્ચ અને મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને એકતાનો સંદેશ પાઠવ્યો હતો અને વડાપ્રધાનની આ અપીલને આહવાન આપ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details