ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ ખાતે બેન્ક ઓફ બરોડાના નવા ક્ષેત્રીય કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો - latest news Nadiad

ખેડાઃ નડિયાદ ખાતે બેંક ઓફ બરોડાના ખેડા ક્ષેત્રના નવા ક્ષેત્રીય કાર્યાલયનો ઉદઘાટન સમારોહ જિલ્લા કલેકટર આઈ કે પટેલના મુખ્ય અતિથિ પદે યોજાયો હતો. બેન્ક ઓફ બરોડા અમદાવાદ ઝોનના જનરલ મેનેજર અને ઝોનલ હેડ અર્ચના પાંડેએ તમામ મહાનુભાવો તથા ગ્રાહકોનું સ્વાગત કર્યું હતું. એમણે બેંક ઓફ બરોડાના અમદાવાદ ઝોન તથા ખેડા જિલ્લાની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડા ક્ષેત્રની નવી ઓફિસ ખુલવાથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે તથા તુરંત સંપર્ક દ્વારા તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ ઝોન દ્વારા પતંગ બનાવવાનો વ્યવસાય કરતી બહેનોને ધિરાણ આપવા માટેની બેંકની સ્પેશિયલ એરીયા સ્પેસિફિક સ્કીમ બનાવવામાં આવી છે. જેના અંતર્ગત નડિયાદની ઘણી બહેનોને ધિરાણ આપવામાં આવ્યું છે.

nadiad
નડિયાદ

By

Published : Jan 10, 2020, 5:34 AM IST

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડા જિલ્લાની બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓના ગ્રાહકોને લોનની મંજૂરીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંતિલાલ જૈન, બેન્ક ઓફ બરોડા અમદાવાદ ઝોનના જનરલ મેનેજર અને ઝોનલ હેડ અર્ચના પાંડે, ખેડા ક્ષેત્રના રીજીયોનલ જનરલ મેનેજર મહેન્દ્ર વાલા તથા ડેપ્યુટી રિજનલ મેનેજર મયુર ઇદનાની સહિત મોટી સંખ્યામાં ગ્રાહકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

નડિયાદ ખાતે બેન્ક ઓફ બરોડાના નવા ક્ષેત્રીય કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details