- ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યું છે સંક્રમણ
- સામાન્ય લક્ષણો ધરાવતા પોઝિટિવ દર્દીઓનું સતત નિરીક્ષણ
- આરોગ્ય સર્વે સાથે લોકોને જાગૃત કરવાની કામગીરી
ખેડાઃ જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપી બની રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે તેમજ મહામારીના સમયે વિવિધ કામગીરી બજાવવામાં આવી રહી છે. જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિદિન સરેરાશ 2થી 3 નવા કેસ સામે આવી રહ્યા છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની કામગીરી બજાવતું આરોગ્ય વિભાગ આ પણ વાંચોઃ ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
આરોગ્ય વિભાગ રસીકરણ, ટેસ્ટિંગ અને દર્દીઓની ચકાસણી કરવાની કરી રહી છે કામગીરી
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોનું રસીકરણ કરવા સાથે કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી હોમ કોરેન્ટાઈન કરી તેમના આરોગ્યની સતત ચકાસણી કરવામાં આવી રહી છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની કામગીરી બજાવતું આરોગ્ય વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે ટેસ્ટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજે કરવામાં આવતા ટેસ્ટમાં જે દર્દીઓના રિપોર્ટ પોઝિટવ આવ્યાં હોય પણ સામાન્ય લક્ષણો ધરાવતા હોય તેમને હોમ કોરેન્ટાઈન્ટ કરવામાં આવે છે. તેમજ સતત નિરીક્ષણ કરવામાં આવે છે. રોજ તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જેમાં દર્દીને તબિયત અંગે પૂછપરછ કરી તેમનું ટેમ્પરેચર અને ઓક્સિજન માપવામાં આવે છે. સાથે જ જરૂરી સૂચનો આપવામાં આવે છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની કામગીરી બજાવતું આરોગ્ય વિભાગ આ પણ વાંચોઃ ખેડા કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 57 પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય સર્વે સાથે લોકોને જાગૃત કરવાની કામગીરી
આશા વર્કર બહેનો દ્વારા ગામમાં તાવ, શરદી, ઉધરસનો આરોગ્ય સર્વે કરવાની કામગીરી બજાવવામાં આવી રહી છે. જેમાં કોઈને આ તકલીફ જણાય તો તેને હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. હોમ કોરેન્ટાઈન દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે. આ કામગીરી બજાવવા સાથે જ લોકોને જાગૃત કરવા પણ આશા બહેનો દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લોકોને માસ્ક પહેરવા, કામ વિના ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવવામાં આવે છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની કામગીરી બજાવતું આરોગ્ય વિભાગ