ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં ડાકોર અને વડતાલ સહિતના યાત્રાધામોના દ્વાર શુક્રવારથી ભાવિકો માટે ખુલશે - Kheda News

કોરોના મહામારી (Corona epidemic)ના વધી રહેલા કેસને લઈ ખેડા જિલ્લાના ડાકોર અને વડતાલ સહિતના યાત્રાધામોના દ્વાર ભાવિકો માટે સરકારી ગાઇડલાઇન પ્રમાણે બંધ રાખવામાં આવ્યા હતા. જે 58 દિવસ બાદ શુક્રવારથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલશે. જેને લઈને ટેમ્પલ કમિટી (Temple Committee) દ્વારા કેટલાક નિયમો બનાવાયા છે. સાથે જ સરકારી ગાઈડલાઈન (guideline)નું પાલન કરી ભાવિકો દર્શન કરી શકશે.

Kheda's latest news
Kheda's latest news

By

Published : Jun 10, 2021, 5:48 PM IST

  • શુક્રવારથી ડાકોર અને વડતાલ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલશે
  • ડાકોર અને વડતાલમાં ભાવિકો મંગળા આરતીના દર્શન નહિ કરી શકે
  • 50 વ્યક્તિઓની મર્યાદામાં મંદિરમાં પ્રવેશ અપાશે

ખેડા : યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સરકારી ગાઇડલાઇન મુજબ મંદિરના દ્વાર 14 એપ્રિલથી ભાવિકો માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલ યાત્રાધામ સહિત જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સરકાર દ્વારા યાત્રાધામો ભાવિકો માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાકોર અને વડતાલ સહિતના યાત્રાધામોના દ્વાર શુક્રવારથી ભાવિકો માટે ખુલશે

આ પણ વાંચો : 11 Juneથી ખૂલશે ભગવાનના દ્વાર - શામળાજી મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

વડતાલના દ્વાર 58 દિવસ બાદ શુક્રવારથી ખુલશે

યાત્રાધામ ડાકોર અને વડતાલના દ્વાર 58 દિવસ બાદ શુક્રવારથી ખુલશે. જેમાં ભાવિકો ભગવાનની મંગળા આરતીના દર્શન નહીં કરી શકે. તે સિવાયના મંદિરના નિત્ય સમય મુજબ ભાવિકોને ગાઈડલાઈનના પાલન સાથે 50 વ્યક્તિઓની મર્યાદામાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

ખેડા

આ પણ વાંચો : વડતાલધામ ખાતે આમ્રોત્સવ ઉજવાયો

ભાવિકોએ ફરજિયાતપણે નિયમોનું પાલન કરવું પડશે

શુક્રવારથી ખુલી રહેલા મંદિરને પગલે ડાકોર ટેમ્પલ કમીટિ (Temple Committee) દ્વારા હાલ વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં સેનિટાઈઝેશન સહીતની તૈયારી કરાઈ છે. તેમજ ભાવિકોને ફરજિયાત અનુસરવાના કેટલાક નિયમો બનાવાયા છે.

ભાવિકોમાં ખુશીનો માહોલ

અત્યાર સુધી ભાવિકો દ્વારા ડાકોરના ઠાકોરના બંધ દ્વારે આવી ઠાકોરજીને શીશ નમાવી તેમજ ધજાજીના દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે દિવસોની પ્રતિક્ષા બાદ શુક્રવારથી રાજાધિરાજના દર્શન ખૂલતાં ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, યાત્રાધામ ડાકોરના ધંધા-વ્યવસાય ડાકોર મંદિર પર આધારિત હોવાથી મંદિરના દ્વાર શુક્રવારથી ખુલતા ભાવિકોની ચહલપહલ વધશે. જેને લઇ યાત્રાધામના વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details