ગુજરાત

gujarat

ETV Bharat / state

વડતાલધામ ખાતે સૌ પ્રથમવાર 51 ફૂટના વિરાટ વચનામૃતનું નિર્માણ - વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

ખેડાઃ સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે આગામી 6થી 12 નવેમ્બર દરમિયાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. જે નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ 51 ફૂટ ઊંચાઈના વિરાટ વચનામૃત ગ્રંથની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. 6 નવેમ્બરે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે આ પ્રતિકૃતિને ખુલ્લી મુકવામાં આવશે. વિરાટ વચનામૃતનું 500 મણ પૂજન સામગ્રીથી પુજન કરવામાં આવશે. જેમાં સંતો અને ભક્તો દ્વારા અખંડ પ્રદક્ષિણા અને દંડવત થશે.

સ્પોટ ફોટો

By

Published : Oct 27, 2019, 3:45 AM IST

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડતાલધામ ખાતે વચનામૃત ગ્રંથની 51 ફૂટની વિરાટ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. 18 ફૂટની પીઠિકા સાથે તેની ઊંચાઇ 69 ફૂટ છે. જ્યારે તેની પહોળાઈ 80 ફૂટ છે. મહોત્સવ દરમિયાન દરરોજ તેનું પુજન થશે. મહોત્સવ પર્યત રોજ સવારે 6:30થી 8 તથા સાંજે 7 થી 8 દરમિયાન મહાપૂજન કરવામાં આવશે.108 ભક્તો દ્વારા 108 કલાકનું પૂજન કરવામાં આવશે. વચનામૃતનું પદ્મગાન થશે અને કડીએ કડીએ યજ્ઞ હોમ અને રાસ થશે.

સંતો અને ભક્તો દ્વારા અખંડ પ્રદક્ષિણા અને દંડવત ચાલું રહેશે. હરિભક્તોના ગ્રુપમાં 5-5 મિનિટ વારાફરતી પૂજન સાથે સમૂહ આરતી કરવામાં આવશે. 2000 યજમાનો દ્વારા વચનામૃત પોથી પૂજન થશે. 500 મણ પૂજન સામગ્રીથી આ વચનામૃતનું પુજન કરવામાં આવશે. અંદાજે 1200 સંતો અને લાખો દેશ વિદેશના હરિભકતોની ઉપસ્થિતિમાં કલાત્મક પીઠિકા પર કંડારાયેલા 51 ફૂટના વચનામૃત ગ્રંથનું રંગબેરંગી મોતીની માળાથી પૂજન અભિષેક થશે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વડતાલધામ ખાતે 51 ફૂટના વિરાટ વચનામૃતનું નિર્માણ

વચનામૃત હરિની પરાવાણી અર્થાત સ્વયં વાણી સ્વરૂપે છે એટલે કે વચનામૃત એ ભગવાનનું સ્વરૂપ છે.વચનામૃત શ્રી હરિનું સ્વરૂપમાની મહોત્સવ પર્યત તેનું પૂજન થશે. આ કૃતિ નિહાળી પૂજા દર્શનનો લાભ લઇ શ્રદ્ધાળુઓના મનમાં એક સ્મૃતિ બની રહેશે તેમ સંતોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details