- નાયબ વિકાસ કમિશનર દ્વારા મહુધા તાલુકા પંચાયતની મુલાકાત લેવાઇ
- તાલુકા વિકાસ અધિકારી દ્વારા આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆ કરાઇ
- મહુધાના તાલુકા વિકાસ અધિકારી પર કરાયા આક્ષેપ
ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકા પંચાયત ખાતે તાલુકા અને જિલ્લાના વિકાસને લઈ સુઝાવ, નવીન પ્રોજેક્ટ્સ, વહીવટી સુધારણા અંગેના સૂચનોની ચર્ચા કરવા નાયબ વિકાસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાનાશાહીભરી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
સરપંચો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ
મહુધાના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે તાલુકાના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અગાઉ રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ રજૂઆતો કરવામાં આવી હતી.
ટીડીઓ વિરુદ્ધ નાયબ કમિશનરને કરાઈ ઉગ્ર રજૂઆતો
નાયબ વિકાસ કમિશને તાલુકાના સરપંચો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી ધાક-ધમકી આપી આપખુદશાહી કામગીરી કરવાની પદ્ધતિથી તાલુકાનો વિકાસ અટકી ગયો છે. જેમાં 15 ટકા વિવેકાધીન, ATVT સરકારની દરેક યોજના ખોરંભે પડી ગઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. સરપંચો દ્વારા કોઇપણ કામની મંજૂરી, પૂર્ણ કરવાનો સમય તાલુકા વિકાસ અધિકારી જાતે નક્કી કરતા હોવાની રજૂઆત કરાઇ હતી.
સરપંચે રડતાં રડતાં નાયબ કમિશનરને કરી રજૂઆત