ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં ગ્રહણ ટાણે સાપ નીકળવા જેવી સ્થિતિ, ભક્તોને દર્શન માટે જોવી પડશે રાહ - latest news of kheda

યાત્રાધામ ડાકોરમાં ગ્રહણ ટાણે સાપ નીકળવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી ભાવિકોને રણછોડરાયજીના દર્શન માટે રાહ જોવી પડશે. 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવા અંગે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને લઇને ડાકોર મંદિર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્તરે સ્થાનિક પ્રશાસન અને મંદિર વચ્ચે સંકલનનો અભાવ તેમજ સ્થાનિક પ્રશાસનની પૂર્વ-તૈયારીના અભાવે મંદિર 8 તારીખે ખુલશે કે કેમ તેને લઈને હજૂ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

ETV BHARAT
ડાકોરમાં ગ્રહણ ટાણે સાપ નીકળવા જેવી સ્થિતિ, ભક્તોને દર્શન માટે જોવી પડશે રાહ

By

Published : Jun 6, 2020, 11:56 PM IST

Updated : Jun 7, 2020, 1:56 PM IST

ખેડા: અનલોક-1માં સરકાર દ્વારા 8 જૂનના રોજ મોટા ભાગના ધાર્મિક સ્થળો ખોલવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઇઝર સહિતની સાવચેતીઓ સાથે મંદિર ખોલવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ખોલવા અંગેની તમામ પૂર્વ-તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ શનિવારે ખેડા જિલ્લા વહીવટીતંત્ર સાથે મંદિર ટ્રસ્ટની યોજાયેલી બેઠકમાં હજૂ ચોક્કસ તારીખ કે મંદિર ખોલવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ડાકોરમાં ગ્રહણ ટાણે સાપ નીકળવા જેવી સ્થિતિ, ભક્તોને દર્શન માટે જોવી પડશે રાહ

મળતી માહિતી મુજબ, બેઠકમાં સ્થાનિક પ્રશાસન દ્વારા મંદિર બહારની વ્યવસ્થાની તૈયારીઓ માટે સમય માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ દ્વારા પણ સંક્રમણની ભીતિને લઈને સમય લંબાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

એક તરફ મંદિર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકા સહિત સ્થાનિક પોલીસ અને આર.એન્ડ.બી દ્વારા તૈયારી માટે સમયે માંગવામાં આવ્યો છે. જેના કારણે ભાવિકોએ રણછોડરાયજીના દર્શન માટે રાહ જોવી પડશે.

Last Updated : Jun 7, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details