- દેવ દિવાળીએ ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે બંધ
- આખો દિવસ મંદિરમાં ભક્તોનો પ્રવેશ રહેશે બંધ
- વધતા કોરોના સંક્રમણને પગલે ટેમ્પલ કમિટીનો નિર્ણય
દેવ દિવાળીના દિવસે ડાકોરના ઠાકોરના દરવાજા ભાક્તો માટે રહેશે બંધ
દિવાળીના તહેવારો બાદ વધેલા કોરોના સંક્રમણને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 30 નવેમ્બરના રોજ પૂનમે દેવદિવાળીના રોજ આખો દિવસ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી ડાકોર ટેમ્પલ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Dakor temple
ખેડાઃ દિવાળીના તહેવારો બાદ સમગ્ર ખેડા જિલ્લા સહિત ડાકોરમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તારીખ 30 નવેમ્બરના દિવસે દેવ દિવાળીએ મોટી પૂનમ હોવાથી પૂનમના દિવસે આખો દિવસ ભક્તોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ગુરુવારે તુલસી વિવાહના દિવસે સાંજે પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ટેમ્પલ કમીટિ દ્વારા કરવામાં આવ્યો હતો.