ખેડા: કોરોનાના વધતા સંક્રમણને પગલે ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ ડાકોર રણછોડરાયજી મંદિર જાહેર દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. જેને લઈ હવે ભાવિકો રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી શકશે નહી.
કોરોનાના વધતા સંક્રમણને લઈને ડાકોર મંદિર ભાવિકો માટે બંધ કરાયું - Kheda Dakor Temple Committee
વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે ખેડા ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડાકોર રણછોડરાયજી મંદિર જાહેર દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. પ્રતિદિન જુદા જુદા વિસ્તારોમાં નવા નવા કેસો સામે આવી રહ્યા છે. જે સાથે જ યાત્રાધામ ડાકોરમાં પણ કોરોના પોઝિટિવના નવા કેસ સામે આવી રહ્યા છે. જે વધતા કેસને પગલે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નવી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી રણછોડરાયજી મંદિરમાં ભાવિકો માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે.
જેને લઈ ભાવિકો હવે દર્શન કરી શકશે નહી. ટેમ્પલ કમિટી દ્વારા ભાવિકોને ઓનલાઈન દર્શન કરવા જણાવાયું છે. ડાકોરમાં વધતા કેસોને લઈ યાત્રાધામના બજારો પણ 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.