ગાયોનો ગોવાળ ડાકોરનો ઠાકોર મંદિરમાં પુરાતાં ગૌશાળાની હાલત કથળી - Cow
કોરોના મહામારીને પગલે તમામ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ-પરોક્ષ વિઘાતક અસરો જોવા મળી રહી છે. એવામાં યાત્રાધામ ડાકોરની ગૌશાળાની હાલત દયનીય બની હોવાના અહેવાલ છે. ગૌશાળામાં અંદાજે 1750 ગૌવંશ છે. આ ગૌશાળાનો નિભાવખર્ચ દાન પર જ થાય છે.પરંતુ હાલ લૉક ડાઉનના કારણે મંદિર સંપૂર્ણ બંધ છે. જેથી ગૌશાળાને મળતાં રોજબરોજના દાનમાં પણ મોટો ઘટાડો થયો છે. ત્યારે ગૌવંશનો નિભાવ મુશ્કેલ બની ગયો છે.
![ગાયોનો ગોવાળ ડાકોરનો ઠાકોર મંદિરમાં પુરાતાં ગૌશાળાની હાલત કથળી ગાયોનો ગોવાળ ડાકોરનો ઠાકોર મંદિરમાં પુરાતાં ગૌશાળાની હાલત કથળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7395542-thumbnail-3x2-gaushala-7203754.jpg)
ડાકોરઃ હાલ કોરોના વાયરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ પ્રભાવિત બન્યું છે.દેશમાં પણ તમામ ક્ષેત્રોમાં તેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો જોવા મળી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી ગૌશાળાની હાલત દયનીય બની છે. ગૌશાળામાં અંદાજે 1750 ઉપરાંત ગૌવંશ રહે છે. ગૌશાળાનો નિભાવ મહદઅંશે શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતાં દાન પર જ થાય છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને પગલે લૉકડાઉન થતાં યાત્રાધામમાં સૂનકાર ભાસી રહ્યો છે. યાત્રાળુઓની અવરજવર સંપૂર્ણ બંધ છે જેને પગલે ગૌશાળાને મળતા રોજબરોજના દાનમાં પણ મોટો ઘટાડો થયો છે.પરિણામે ગૌવંશનો નિભાવ મુશ્કેલ બનતાં ગૌશાળા ટ્રસ્ટની આર્થિક હાલત દયનીય બની છે.