હિંદુ નેતા કમલેશ તિવારી સહિત તાજેતરમાં દેશમાં વિવિધ સ્થળોએ હિંદુ નેતાઓ અને આગેવાનોની કરવામાં આવેલી હત્યા તેમજ તેમના ઉપર કરવામાં આવતા હુમલાઓના વિરોધમાં હિંદુ જાગરણ મંચ દ્વારા નડિયાદ ખાતે રેલી સ્વરૂપે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હિંદુવાદી નેતાઓની હત્યાના વિરોધમાં નડિયાદમાં હિંદુ જાગરણ મંચે આપ્યુ આવેદનપત્ર - hindu jagran manch gujarat
ખેડા: દેશભરમાં હિંદુ નેતાઓની થઈ રહેલી હત્યા તેમજ તેમના ઉપર કરવામાં આવતા હુમલાઓના વિરોધમાં નડિયાદ ખાતે હિંદુ જાગરણ મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો પર કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
હિન્દુ નેતાની હત્યાના વિરોધમાં નડિયાદ ખાતે કલેકટરને આવેદનપત્ર અપાયું
હિંદુ નેતાઓની થઈ રહેલી હત્યા તેમજ તેમના ઉપર કરવામાં આવતા હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. હિંદુ સંગઠન સાથે સંકળાયેલા હિન્દુઓની કરવામાં આવેલી હત્યા પાછળ કોનું ષડયંત્ર છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ આ સંપૂર્ણ કેસોની CBI દ્વારા તપાસ કરાવી હત્યારાઓને સત્વરે મૃત્યુદંડની સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.