ખેડાઃ જિલ્લાના કપડવંજના ફતિયાબાદ નજીક આવેલી મુખ્ય કેનાલ પર આવેલા એક વૃક્ષ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ ત્યાં જ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલિસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ આતરસુંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને અજાણ્યા યુવક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
ખેડાના કપડવંજ પાસે અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા - gujarat news
ખેડા જિલ્લાના કપડવંજના ફતિયાબાદ મુખ્ય કેનાલ પાસે ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ અને કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઈ આતરસુંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
![ખેડાના કપડવંજ પાસે અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા ફતિયાબાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7046423-thumbnail-3x2-kk.jpg)
ફતિયાબાદ
પોલીસ દ્વારા યુવક- યુવતીએ આત્મહત્યા કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે. તેમજ બંનેની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.