ખેડાઃ જિલ્લાના યકલાસીમાં દેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબી સ્ટાફ ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને એક ગાડીમાં દેશી દારૂની ખેપ મારવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઓવરબ્રિજ પાસેથી ગાડી સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ખેડાઃ ગાડીમાં દેશી દારૂના જથ્થા સાથે ખેપ મારતો આરોપી ઝડપાયો - Yaklasi
ખેડા જિલ્લાના ચકલાસીમાં અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ઓવરબ્રિજ પાસેથી એક ગાડીમાં દેશી દારૂની ખેપ મારતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ખેડા એલસીબી દ્વારા ગાડી તેમજ દારૂના જથ્થા સહિત આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાડીમાં દેશી દારૂના જથ્થા સાથે ખેપ મારતો આરોપી ઝડપાયો
આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ તળપદાને દારૂની ખેપ મારતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાડીમાંથી 22 કોથળીઓમાં 690 લીટર દેશીદારૂનો જથ્થો, ગાડી, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 2,23,880ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.