અમરાણીએ ગોબલજ, મુખ્ય પ્રાથમિક કુમાર શાળા, બ્રાન્ચ પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા, ખેડા હરિયાળા, સંઘાણા, રતનપુર તેમજ ડભાણ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઇને દિવ્યાંગો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું.
સુગમ્યતા નિરીક્ષક સંજય અમરાણીએ સર્કીટ હાઉસ તથા નડિયાદ ખાતે દિવ્યાંગજનો માટે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા સૌ પ્રથમવાર દિવ્યાંગોને મતદાન મથક સુધી જવા-આવવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગો મતદાન મથક સુધી વાહન લઇ જઇ શકશે અને પાર્કીંગ પણ કરી શકશે. દિવ્યાંગો-વયોવૃદ્ધોને મતદાનમાં અગ્રિમતા અપાશે. તેમજ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ બેલેટ પેપર તેમજ EVM મથક પર બ્રેઇલ લિપિ લખાણ રહેશે. સાથે જ દિવ્યાંગો માટે મતદાન મથક ખાતે પીવાનું પાણી તેમજ છાંયડા માટે શેડ ઊભો કરવામાં આવશે.