- માં કાર્ડ ઇશ્યુ કરવાની કામગીરી બે માસથી બંધ
- ગરીબ પ્રજાને પડતી મુશ્કેલીને લઈ કરાઈ રજૂઆત
- સત્વરે યોગ્ય આદેશ કરવા નાયબ મુખ્યપ્રધાનને વિનંતિ કરાઇ
ખેડાઃઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે માં વાત્સલ્ય કાર્ડ ઈશ્યૂ કરવાની કામગીરી શરૂ કરાવવા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. નાયબ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં ધારાસભ્ય દ્વારા ઈશ્યૂ કરવાની કામગીરી સરકાર દ્વારા છેલ્લા બે માસથી બંધ કરવામાં આવી છે. જેમાં પ્રજાલક્ષી કામગીરી માટે સત્વરે યોગ્ય આદેશ કરવા વિનંતી કરાઈ હતી.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં માં કાર્ડના સેન્ટર્સ બંધ થતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા