- અબીલ-ગુલાલની છોળો ઉડાવાની સાથે હાથી પર નીકળતી હોય છે શાહી સવારી
- અગિયારસથી થાય છે રંગોત્સવનો પ્રારંભ
- ફાગણી પૂનમનો મેળો રખાયો બંધ
ખેડા:ગુરૂવારે આમલકી અગિયારસ નિમિત્તે રાજા રણછોડરાયજીની મંગળા આરતી થયા બાદ બધા ભોગ ધર્યા પછી સાંજે સવારી નીકળી હતી. વર્ષોની પરંપરા મુજબ અબીલ-ગુલાલની છોળો ઉડાડતાં ભગવાનની હાથી ઉપર નીકળતી શાહી સવારી કંકુ દરવાજા, વડા બજાર તેમજ લાલબાગ જાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ પરંપરા તૂટી છે. હાથી પર શાહી સવારીને સ્થાને પાલખી પર સવાર થઈ પોતાના પત્ની લક્ષ્મીજીને મળી શ્રીજી મહારાજ પોતાના નિવાસ સ્થાને પરત ફર્યા હતા.
અબીલ-ગુલાલની છોળો ઉડાવાની સાથે હાથી પર નીકળતી હોય છે શાહી સવારી આ પણ વાંચો:ડાકોર રણછોડરાય મંદિરના 250માં પાટોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી
અગિયારસથી થાય છે રંગોત્સવનો પ્રારંભ
પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ-ગુલાલની છોળો ઉડાડતા હોળી રમતાં નીકળે છે. ભાવિકો પણ ભગવાન સાથે હોળી રમવાનો લહાવો માણે છે સાથે પાંચ દીવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે. જો કે હાલ કોરોના મહામારીને પગલે હોળી રંગોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. ભાવિકોએ પણ અબીલ-ગુલાલના સ્થાને ગુલાબની પાંખડીઓ વરસાવી હતી.
આ પણ વાંચો:ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય
ફાગણી પૂનમનો મેળો બંધ રખાયો છે
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જે હોળી મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે,પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે. 27થી 29 તારીખ સુધી ભાવિકો માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.