વડતાલધામમાં ઠાકોરજી થાઈલેન્ડના ફૂલોના હિંડોળે ઝૂલ્યા !
ખેડા: વડતાલધામમાં હિંડોળા મહોત્સવ અંતર્ગત કાષ્ટના કલાત્મક હીંડોળા થાઇલેન્ડના પૂષ્પોથી શણગારવામાં આવ્યા છે. સુંદર નયનરમ્ય હિંડોળે ઝૂલતા ઠાકોરજીના દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી.
વડતાલધામમાં હાલ હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રભુને પારણે ઝૂલાવી લાડ લડાવવા માટે મંદિરોમાં હીંડોળા ઉત્સવ ઉજવાય છે.આ હીંડોળા ઉત્સવ ખાસ કરીને વૈષ્ણવ તથા સ્વામિનારાયણ મંદિરો માટેનું અનોખું ધાર્મિક પર્વ છે.ભાવિકોને મન પ્રભુને પારણે ઝૂલાવ્યાનું મોટું મહાત્મ્ય રહેલું છે.વડતાલ મંદિરમાં સોના ચાંદીના ઉપરાંત કાષ્ટના હીંડોળામાં ઠાકોરજી ઝૂલી રહ્યા છે.કાષ્ટના હિંડોળાને થાઇલેન્ડના Anthoriom Flowersથી શણગારવામાં આવ્યા છે. વડતાલના માળી રવિભાઇએ વિદેશી ફૂલથી હીંડોળા શણગાર્યો છે. સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી આ સુશોભન શણગાર પૂષ્પ સેવા થઇ છે અને તે નિહાળી ભાવિકો મંત્રમુગ્ધ બન્યા હતા.