ખેડા: જિલ્લાના માતર તાલુકાના પરીએજ ગામમાં પાણી પુરવઠાના સંપમાં મુકી રાખવામાં આવેલા ક્લોરીન ગેસનું સિલિન્ડર (Ten person fainted due to chlorine gas leakage) લીક થયું હતું. પાણી પુરવઠા વિભાગ દ્વારા મુકી રાખવામાં આવેલા ક્લોરીન સિલિન્ડરોમાંથી એક સિલિન્ડર કોઈ કારણોસર લીક થતાં આસપાસના વિસ્તારમાં રહેતા દસ વ્યક્તિઓ મુર્છિત (Ten person fainted) થઈ ગઈ હતી. આ ઉપરાંત પશુઓને પણ અસર થઈ હતી.
TDOએ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી
તમામ લોકોને સારવાર અર્થે તારાપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે પશુઓની પણ સારવાર હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ કરતાં નડીયાદ ફાયર બ્રિગેડની (Nadiad Fire Brigade) ટીમે ઘટના સ્થળે પહોંચી લીકેજ અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ માતર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.