- શિક્ષક થયા કોરોના સંક્રમિત
- વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્યા ચિંતિત
- 31 માર્ચથી શાળા બંધ રાખવામાં આવશે
ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોર શહેરમાં આવેલી સંસ્થાન હાઈસ્કૂલના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -યાત્રાધામ ડાકોરમાં વધતું કોરોનાનું સંક્રમણ, વૃદ્ધાશ્રમમાં 9 લોકો કોરોનાથી પ્રભાવિત
સંપર્કમાં આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે
શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ તેમના સંપર્કમાં આવેલા અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો -કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો