ખેડાઃ જિલ્લાના નડિયાદ શહેરમાં એક ખાનગી શાળાના શિક્ષક દ્વારા 14 વર્ષિય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ગત ડિસેમ્બર માસમાં બનેલી ઘટના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવતા શિક્ષકની ધરપકડ કરી પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે શિક્ષકની ધરપકડ - Misdemeanor with a student in Nadiad
નડિયાદ શહેરમાં ખાનગી શાળાના શિક્ષક દ્વારા 14 વર્ષિય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ગત ડિસેમ્બર માસમાં બનેલી ઘટના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવતા શિક્ષકની ધરપકડ કરી પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદની ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષકે વિદ્યાર્થીનીને સ્કૂલના જેન્ટ્સ વોશ રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટના ગત ડિસેમ્બર માસમાં બની હતી. જેની જાણ વિદ્યાર્થીનીએ પોતાના માતાપિતાને કરી હતી. પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલો બંધ હોવાથી ફરિયાદ કરી નહોતી. જે મામલે સોમવારે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેને પગલે પોલીસ દ્વારા આરોપી શિક્ષક મનીષ પરમારની ધરપકડ કરી રિમાન્ડની માગ કરી હતી, તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકના આ કૃત્યને લઈ શિક્ષક સામે શહેરમાં ફિટકારની લાગણી ફેલાઇ છે.