- ખેડા જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ તારાજી સર્જી
- બાજરી, શાકભાજી અને કેરીના પાકને વ્યાપક નુકસાન
- નુકસાનનો સર્વે કરાવી ખેડુતો દ્વારા વળતની માંગ કરાઈ
ખેડા: જિલ્લામાં તૌકતે વાવાઝોડાની વ્યાપક અસર વર્તાઈ હતી. વાવાઝોડાની અસર હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ નોધાયો હતો. આથી, વિવિધ વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાએ તારાજી સર્જી છે. જેને લઈને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો બેહાલ બન્યા છે.
ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન આ પણ વાંચો:મોરબી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીના પાક બચી ગયો
બાજરી, શાકભાજી અને કેરીના પાકને વ્યાપક નુકસાન
જિલ્લામાં ભારે પવન અને વરસાદને લઈને બાજરીના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. તેમજ, શાકભાજીમાં પાણી ફરી વળતા અને પાક ખરી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, જિલ્લામાં 300 હેક્ટર જમીનમાં રીંગણ, ગલકા, ભીંડા સહિતના શાકભાજી સાથે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.
ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન આ પણ વાંચો:નવસારીના વાડા ગામમાં વાવાઝોડાથી કેરીના પાકને થયુ મોટું નુકસાન
નુકસાનનો સર્વે કરી વળતરની માંગ
અણધારી આફતને લઈને થયેલા વ્યાપક નુકસાનને પગલે ધરતીપુત્રો બેહાલ બન્યા છે. ખેડૂતોનો રોકડીયો પાક બરબાદ થઈ ગયો છે. જેને લઈને સરકાર દ્વારા નુકસાનનો સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.