નડીયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદના બહુચર્ચિતતાન્યા હત્યા કેસ (Tanya Murder Case Nadiad)માં આજે ચુકાદો આપતા નડીયાદ કોર્ટ દ્વારા 3 આરોપીઓને મૃત્યુ પર્યંત કેદની સજા (life imprisonment till death in Nadiad) ફટકારી છે. 7 વર્ષિય બાળકી તાન્યાનું રૂપિયાની લાલચે સોસાયટીમાં રહેતા શખ્શો દ્વારા અપહરણ (Crime In Nadiad) કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બાદ પોલીસ તપાસ શરૂ થતા બાળકીની હત્યા કરવામાં આવી હતી.
2017માં તેની દાદી સાથે રહેતી તાન્યા નામની 7 વર્ષિય બાળકીનું અપહરણ અને હત્યા કરવામાં આવી હતી. દાદી સાથે રહેતી હતી તાન્યા-નડીયાદમાં વર્ષ 2017માં તેની દાદી સાથે રહેતી તાન્યા નામની 7 વર્ષિય બાળકીનું અપહરણ (Child Girl abduction In Nadiad) કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં આજરોજ નડીયાદ કોર્ટ (District & Sessions Court Nadiad) દ્વારા મુખ્ય આરોપી મિત પટેલ તેમજ તેની સાથે સંડોવાયેલી તેની માતા જીગીષા અને ભાઈ ધ્રુવ પટેલને મૃત્યુ પર્યંત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો:Life imprisonment sentence : સાસુની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા ફટકારતી નડીયાદ કોર્ટ
રૂપિયાની લાલચે બાળકીનું અપહરણ કર્યુ હતું- 7 વર્ષિય તાન્યા પટેલના માતાપિતા લંડન ખાતે રહેતા હોઈ તે તેની દાદી સાથે નડીયાદ ખાતે રહેતી હતી. તેની સોસાયટીમાં રહેતા મિત પટેલે રૂપિયાની લાલચે અન્ય સાથે મળી ઘરની બહાર રમતી તાન્યાનું ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું અને તાન્યાને આણંદના સંખ્યાડ ગામ (sankhyad village anand) નજીક લઈ જવાઈ હતી.
આ પણ વાંચો:5 વર્ષ જૂના કેસમાં કોર્ટે એકસાથે 59 દોષિતોને સજા ફટકારી, 44ને 10 વર્ષની તો 15ને આજીવન કેદની સજા
પોલીસે તપાસ આરંભતા આરોપીઓએ બાળકીની હત્યા કરી હતી- નડીયાદથી તારીખ 18 સપ્ટેમ્બર 2017ની સાંજે તાન્યાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણને લઈ નડીયાદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જિલ્લા પોલીસ દ્વારા બાળકીની સઘન શોધખોળ હાથ ધરમાં આવી હતી. આરોપીઓએ ગુના પર પડદો પાડવા બાળકીની હત્યા કરી મૃતદેહને મહીસાગર નદી (mahisagar river anand)માં ફેંકી દીધો હતો.
પોલીસને શંકા જતા પૂછરપછ કરી અને ભેદ ખૂલ્યો- બાળકીના અપહરણ બાદ સમગ્ર તપાસ દરમિયાન સાથે રહેતા મિત પટેલના હાવભાવ શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર ગુનાનો ભેદ ખુલવા પામ્યો હતો. જેમાં તેણે તેની માતા અને ભાઈ સાથે મળી સમગ્ર કાવતરૂ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. તેણે અપહરણ બાદ તારીખ 22 સપ્ટેેમ્બર 2017ના રોજ તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની કબૂલાત કરી હતી.