ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રી પહેલા સોશીયલ મીડિયા પર ગુંજતો થયો 'સ્વચ્છતાનો ગરબો' - gujarati news

ખેડાઃ નવલી નવરાત્રીને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી એક અનોખો 'સ્વચ્છતાનો ગરબો' ગુંજતો થયો છે. તો ચાલો જાણીએ શું છે આ સ્વચ્છતાનો ગરબો અને કોણે અને શા માટે બનાવ્યો છે.

swachchhatano garabo

By

Published : Sep 23, 2019, 9:05 PM IST

યાત્રાધામ ડાકોરમાં રહેતા શિક્ષક જય નારાયણ પુરોહિતે તેમની પુત્રી ધારા સાથે મળી સ્વચ્છતાના ગરબાની કર્ણપ્રિય રચના બનાવી છે. હાલ નવરાત્રી આવી રહી હોવાથી માં અંબાના ગરબાની સાથે જ આ સ્વચ્છતાનો ગરબો પણ ગવાય અને લોકોને પણ સ્વચ્છતા જાળવવાની પ્રેરણા મળે તે માટે આ ગરબાની રચના કરાઈ છે.

સોશીયલ મીડિયા પર ગુંજ્યો 'સ્વચ્છતાનો ગરબો'

આધુનિક યુગમાં લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઇલ અને પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણને ખૂબ હાનિ પહોંચી રહી છે. ત્યારે લોકો પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવી પર્યાવરણનું જતન કરવામાં પોતાનો ફાળો આપે તે માટે એક સરસ સંગીતમય સંદેશ આ ગરબાના માધ્યમથી મળી રહે છે. આ પિતા-પુત્રી જાણે કે આ ગરબાના માધ્યમથી લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની સુરીલી અપીલ કરી રહ્યા છે. નવરાત્રી પહેલા જ સ્વચ્છતાનો આ ગરબો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડી રહ્યો છે. સાથે જ લોકો પણ આ ગરબાને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા હોવાથી આ ગરબાનો ઉદ્દેશ સિદ્ધ કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details