ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંડની આશંકા

ખેડા જિલ્લાના બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયું હોય તેવી ઘટના સામે આવી છે. શંકાસ્પદ મોતને પગલે વિવિધ ચર્ચાઓએ જિલ્લાભરમાં જોર પકડ્યું છે.

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 10:35 PM IST

Updated : Nov 29, 2023, 10:44 PM IST

suspicious-death-of-five-people-in-kheda-suspicion-of-gang-hooch-tragedy
suspicious-death-of-five-people-in-kheda-suspicion-of-gang-hooch-tragedy

ખેડામાં પાંચ લોકોના શંકાસ્પદ મોત

ખેડા:જિલ્લાના બિલોદરા અને બગડું ગામમાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થવા પામ્યા છે. પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોતના પગલે લોકોમાં કથિત લઠ્ઠાકાંડ હોવાની વાત ચકડોળે ચઢવા પામી છે. જો કે પોલીસ તંત્ર સહિતના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક ઘરે આવ્યા હતા અને માથામાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પરસેવો વળી ગયો હતો અને ત્યારબાદ મોઢામાંથી ફીણ આવી ગયું હતું. જેને લઈ દવાખાને લઈ જતાં ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવાનું જણાવ્યું હતું. જો કે હજુ પણ ખાનગી હોસ્પિટલમાં હાલ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

લઠ્ઠાકાંડની ચર્ચાએ જોર પકડ્યુ:પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ મોતથી ઠેર ઠેર જુદીજુદી ચર્ચાઓએ જોર પકડ્યું છે. શંકાસ્પદ પીણું પીવાથી મોત થયું હોવાની પણ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ મોતથી લોકોના મુખે કથિત લઠ્ઠાકાંડ હોવાનું પણ વાત ચકડોળે ચઢતા મામલો ગરમાયો છે.

આ બાબતે ડીવાયએસપી વી.આર. વાજપેયીએ જણાવ્યુ હતું કે હાલ આ મામલે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. સમગ્ર મામલાની તપાસ બાદ હકીકત બહાર આવશે.

કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી:જોકે પોલીસ સહિત તંત્રના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.

  1. દારૂની હેરફેર કરતી બે મહિલાઓ ઝડપાઇ, જાણો કેટલો દારૂ ઝડપાયો
  2. લગ્નમાં દારૂ પીવાની ના પાડતા જાનૈયાઓએ બે સગા ભાઈની કરી નાખી હત્યા
Last Updated : Nov 29, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details