- 25 વર્ષિય યુવકે કેનાલમાં ઝંપલાવ્યું
- ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
- લાપત્તા યુવકની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી
નડીયાદ પાસે કેનાલમાં યુવાને ઝંપલાવ્યું
ખેડાઃ નડિયાદની ફતેપુરા પાસે આવેલી કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું. જેને લઇ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં તે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
નડીયાદ પાસે કેનાલમાં યુવાને ઝંપલાવ્યુંનડીયાદ પાસે કેનાલમાં યુવાને ઝંપલાવ્યું યુવક કેનાલમાં જંપલાવ્યું હોવાની આશંકા
નડિયાદ શહેરમાં રહેતા 25 વર્ષીય રાહિલ વોહરા નામનો યુવાન ઘરેથી નોકરીએ જવા એકટીવા લઈને નીકળ્યો હતો. બાદમાં તે ઘરે પહોંચ્યો ન હતો. યુવક ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા કેનાલ પાસેથી તેના એક્ટીવા અને ચંપલ મળી આવ્યા હતા. યુવકના ચપ્પલ અને એકટીવા કેનાલ પાસે મળી આવતા યુવક કેનાલમાં જંપલાવ્યું હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
યુવકે કેનાલમાં ઝંપલાવવાની ઘટનાને લઈને નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા લાપત્તા યુવકની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે હજી સુધી યુવકનો કોઈ પત્તો મળ્યો નથી, ત્યારે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતુ તેનો કોઈ અન્ય ભેદ છે. તે સહિતની વધુ તપાસ હાથ ધરાઈ છે.